મહિંદ્રા ગ્રુપ 20.7 બિલિયન યુએસ ડોલરની કંપનીઓનો સમૂહ છે, જે પોતાનાં અનોખાં મોબિલિટી સમાધાન થકી લોકોને બહેતરીનો માર્ગ આપે છે, ગ્રામીણ સમૃદ્ધિને ગતિ આપે છે, શહેરી જીવનને બહેતર બનાવે છે, નવા વ્યવસાયોને બળ આપે છે અને સમાજનો ઉદ્ધાર કરે છે. તે ભારતમાં યુટિલિટી વાહનો, ઈન્ફોર્મેશન ટેકનોલોજી, ફાઈનાન્શિયલ સેવાઓ અને વેકેશન ઓનરશિપમાં લીડરની ભૂમિકા નિભાવી રહ્યું છે અને માત્રાના હિસાબે તે દુનિયાની સૌથી મોટી ટ્રેક્ટર કંપની છે. અનેક અન્ય વ્યવસાયો ઉપરાંત તે કૃષિ વ્યવસાય, એરોસ્પેસ, કમર્શિયલ વાહનો, કમ્પોનન્ટ્સ, ડિફેન્સ, લોજિસ્ટિક્સ, રિયલ એસ્ટેટ, રિન્યુએબલ એનર્જી, સ્પીડબોટ્સ અને સ્ટીલના કારોબારમાં પણ તેની મજબૂત મોજૂદગી છે. ભારતમાં મુખ્યાલય સાથે આશરે 100 દેશોમાં મહિંદ્રાના 2,40,000 કર્મચારી છે.
મહિંદ્રા વિશે વધુ જાણોઃ www.mahindra.com પર / ટ્વિટર અને ફેસબુકઃ @MahindraRise